એશિયન ગેમ્સ ૨૦૨૬: ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારિવને ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ જીત્યો
જાપાનના આઇચી-નાગોયા ખાતે આયોજિત ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કરતા મેડલ્સનો ખાતું ખોલ્યું છે. ગુજરાત (અમદાવાદ) ની જાણીતી આંતરરાષ્ટ્રીય શૂટર ઇલાવેનિલ વલારિવન (Elavenil Valarivan) એ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. ઉપરાંત, સોનમ ઉત્તમ મસ્કર, ઇલાવેનિલ વલારિવન અને વિદર્શા કે. વિનોદની ત્રિપુટીએ ૧૦ મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
💡 પરીક્ષા ઉપયોગી મુખ્ય તથ્યો (Key Exam Facts):
-
ખેલાડી: ઇલાવેનિલ વલારિવન (અમદાવાદ, ગુજરાત).
-
સ્પર્ધા: ૨૦મી એશિયન ગેમ્સ (Aichi-Nagoya 2026, જાપાન).
-
ઇવેન્ટ: મહિલા ૧૦ મીટર એર રાઇફલ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ (બંનેમાં સિલ્વર મેડલ).
-
સિદ્ધિ પૃષ્ઠભૂમિ: ઇલાવેનિલ ISSF વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ વિજેતા છે અને ગુજરાત સરકારની 'શક્તિદૂત યોજના' તથા કેન્દ્રની TOPS (Target Olympic Podium Scheme) ની એથ્લેટ છે.