યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના ૧૦૦ વર્ષ પૂર્ણ: શતાબ્દી સમારોહનું આયોજન
દેશની સર્વોચ્ચ ભરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે દ્વિ-દિવસીય (૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબર ૨૦૨૬) ભવ્ય શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ ઓક્ટોબર ૧૯૨૬ ના રોજ 'પબ્લિક સર્વિસ કમિશન' તરીકે શરૂ થયેલી આ બંધારણીય સંસ્થાના શતાબ્દી સમાપન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરશે.
💡 પરીક્ષા ઉપયોગી મુખ્ય તથ્યો (Key Exam Facts - GPSC બંધારણ અને જાહેર વહીવટ):
-
સંસ્થા: UPSC (સ્થાપના: ૧ ઓક્ટોબર ૧૯૨૬; રોયલ કમિશન ઓન સુપીરીયર સિવિલ સર્વિસીસ - 'લી કમિશન' ની ભલામણથી).
-
પ્રથમ અધ્યક્ષ: સર રોસ બાર્કર (Sir Ross Barker).
-
બંધારણીય જોગવાઈઓ: ભારતીય બંધારણના ભાગ-૧૪, કલમ ૩૧૫ થી ૩૨૩ હેઠળ UPSC અને રાજ્ય જાહેર સેવા આયોગ (SPSCs જેમ કે GPSC) નું ગઠન અને કાર્યો.
-
પ્રધાનમંત્રી દ્વારા લોન્ચિંગ:
-
UPSC શતાબ્દી સ્મારક સિક્કો (Commemorative Coin).
-
શતાબ્દી સ્મારક ટપાલ ટિકિટ (Commemorative Stamp).
-
વિશેષ પુસ્તક: "100 Landmark Judgements - Shaping the Policies of UPSC and Public Service Commissions in India".
-
-
કાર્યક્રમ: ૩૦ સપ્ટેમ્બરે 'શતાબ્દી સમારોહ - મંથન' વિચારગોષ્ઠિ યોજાઈ જેમાં દેશભરના સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન્સ (SPSC) ના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.