4 જુલાઈ 2026 ના મહત્વના કરંટ અફેર્સ
🏗️ ગુજરાત વિશેષ ટર્મ્સ (Gujarat Core Pointers)
-
CG Semi ફેસિલિટી (સાણંદ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સાણંદ ખાતે ₹૭,૫૦૦ કરોડથી વધુના રોકાણવાળા 'CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' હેઠળ મંજૂર થયેલા પ્રથમ ૪ પ્રોજેક્ટ્સમાંનો એક છે.
-
ગીરા ધોધ (ડાંગ): ભારે વરસાદને કારણે ચર્ચામાં આવેલો પ્રખ્યાત 'ગીરા ધોધ' ગુજરાતના ડાંગ જિલ્લાના વાઘઇ ખાતે અંબિકા નદી પર આવેલો છે.
-
ગુજરાત લોજિસ્ટિક્સ ડેશબોર્ડ: ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) દ્વારા રાજ્યમાં ડિજિટલ લોજિસ્ટિક્સ માળખા માટે નવું ડેશબોર્ડ વિકસાવવાની જવાબદારી NICDC અને NLDSL ને સોંપવામાં આવી છે.
-
ગુજરાત હેન્ડીક્રાફ્ટ ઉત્સવ ૨૦૨૬: INDEXT-C દ્વારા કચ્છી ભરતકામ અને અકીક (Agate) ક્રાફ્ટને પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવનું આયોજન મૈસુર (કર્ણાટક) ખાતે કરાયું છે.
🌍 રાષ્ટ્રીય અને બંધારણીય ટર્મ્સ (National & Polity Pointers)
-
VB-GRAM G યોજના: 'વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) યોજના' નું સત્તાવાર દેશવ્યાપી લોન્ચિંગ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામ થી કરવામાં આવ્યું. (આ યોજના ૧ જુલાઈ ૨૦૨૬ થી મનરેગાનું સ્થાન લઈ ચૂકી છે).
-
સિંધુ જળ સંધિ (IWT) - 'Abeyance': ભારતે પાકિસ્તાન દ્વારા આતંકવાદને કારણે ૧૯૬૦ ની 'સિંધુ જળ સંધિ' (Indus Water Treaty) ને 'સ્થગિત' (Abeyance) રાખવાનું સત્તાવાર સ્ટેન્ડ જાહેર કર્યું છે.
-
મોડિફાઈડ ઉડાન સ્કીમ (Modified UDAN): પ્રધાનમંત્રી દ્વારા જોધપુર એરપોર્ટ પરથી એવિએશન સેક્ટરના પ્રાદેશિક જોડાણ માટે આ સુધારેલી સ્કીમ લોન્ચ કરવામાં આવી.
-
PinS (Point-in-Space) સિસ્ટમ: આંધ્રપ્રદેશના અમરાવતી (ઉંડાવલ્લી હેલીપોર્ટ) ખાતે હેલિકોપ્ટર ઓપરેશન માટે ભારતની પ્રથમ 'પ્રાઇવેટ પોઇન્ટ-ઇન-સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રોસિજર' ને મંજૂરી અપાઈ, જે સ્વદેશી GAGAN (GPS Aided GEO Augmented Navigation) સિસ્ટમ પર કામ કરે છે.
-
બોરજુલી સાઇટ (આસામ): આસામના સોનિતપુર જિલ્લાની 'બોરજુલી સાઇટ' ને નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી (NBA) દ્વારા નવી 'જૈવવિવિધતા વિરાસત સ્થળ' (Biodiversity Heritage Site - BHS) જાહેર કરાઈ છે. (આસામમાં હવે કુલ ૩ BHS છે).
🏦 અર્થતંત્ર અને નિયુક્તિ (Economy & Appointments)
-
EPFO વ્યાજ દર ૨૦૨૫-૨૬: નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પીએફ (PF) ડિપોઝિટ પર વ્યાજ દર સત્તાવાર રીતે ૮.૨૫% નક્કી કરાયો છે.
-
HDFC બેંક પાર્ટ-ટાઇમ ચેરમેન: ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર ની HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે ૩ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે.
-
ક્રોસ-બોર્ડર UPI કરાર: NPCI એ આંતરરાષ્ટ્રીય UPI વ્યવહારોના રિયલ-ટાઇમ ફોરેન એક્સચેન્જ સેટલમેન્ટ માટે HSBC ઇન્ડિયા અને JP Morgan Payments સાથે ભાગીદારી કરી છે.