ભારતીય વાયુસેના માટે ૧૬૦ 'SAT-SAAW' બોમ્બ ખરીદવા સંરક્ષણ મંત્રાલય દ્વારા BDL સાથે ₹૮૧૧ કરોડનો કરાર
સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના (IAF) માટે ૧૬૦ સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન્સ (SAT-SAAW) અને આનુષંગિક સાધનોની ખરીદી માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે ₹૮૧૦.૭૯ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
💡 પરીક્ષા ઉપયોગી મુખ્ય તથ્યો (Key Exam Facts):
-
હથિયારનું નામ: SAT-SAAW (Satellite Smart Anti Airfield Weapon).
-
પ્રકાર: એર-ટુ-ગ્રાઉન્ડ પ્રિસિઝન ગાઈડેડ ગ્લાઈડ બોમ્બ (હવામાંથી જમીન પર ચોક્કસ નિશાન સાધતો બોમ્બ).
-
ઉત્પાદક/ડિઝાઇનર: DRDO દ્વારા સ્વદેશી ડિઝાઇન અને વિકાસ; ઉત્પાદન: ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL).
-
ખર્ચ: ₹૮૧૦.૭૯ કરોડ (Buy - Indian IDDM કેટેગરી).
-
સ્વદેશી સામગ્રી (Indigenous Content): ૬૦% (જેમાં ઇનિશિયલ મેઝરમેન્ટ યુનિટ, લોંગ ઇમ્પેક્ટ ડીલે ફ્યુઝ અને ટ્વિન સ્ટોર કેરિયર જેવા પેટા-ઘટકો સામેલ છે).
-
પ્લેટફોર્મ્સ: સુખોઈ Su-30 MKI, જગુઆર (Jaguar) અને હોક (Hawk) ફાઈટર એરક્રાફ્ટ પરથી લોન્ચ કરી શકાય છે.
-
ડિલિવરી શેડ્યુલ: ૨૦૨૭-૨૮ થી ૨૦૨૮-૨૯.
-
મુખ્ય ક્ષમતા: દુશ્મનના રડાર અને એર ડિફેન્સ નેટવર્કની પહોંચ બહાર (Stand-off Range) રહીને દુશ્મનના રનવે, એરબેઝ અને બંકરોનો સચોટ ખાતમો બોલાવવો.