arrow_back Back to Quizzes
Explore More Quizzes
Daily MCQ
Daily Test – 06 July 2026
This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer
00:00
Total Marks: 20
પોર્ટુગીઝો ભારતમાં કયા પાક અને ટેકનોલોજી લાવવા માટે જાણીતા છે? 1. તમાકુ અને બટાકાની ખેતી 2. અનાનસ અને મકાઈ 3. પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું) 4. ગોથિક સ્થાપત્ય કલા (Gothic Architecture) સાચા વિકલ્પો કયા છે?
lightbulb
સમજૂતી (Explanation)
પોર્ટુગીઝો ભારતમાં તમાકુ, બટાકા, લાલ મરચાં, અનાનસ વગેરે લાવ્યા હતા. ઇ.સ. 1556 માં તેઓએ ગોવામાં ભારતનું પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપ્યું હતું અને ગોથિક શૈલીના ચર્ચ બંધાવ્યા હતા. આથી તમામ વિધાનો સાચા છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન પુણેના બદલે મુંબઈ ખાતે યોજવાનું તાત્કાલિક કારણ શું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ડિસેમ્બર 1885 માં પુણે ખાતે યોજાવાનું નક્કી થયું હતું, પરંતુ ત્યાં કોલેરા/પ્લેગ ફાટી નીકળતાં છેલ્લી ઘડીએ સ્થળ બદલીને મુંબઈ રાખવામાં આવ્યું હતું.
ભારતીય બંધારણનો ભાગ IX-A (નવ-ક) નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?
lightbulb
સમજૂતી (Explanation)
74મા બંધારણીય સુધારા ધારા, 1992 દ્વારા બંધારણમાં ભાગ IX-A ઉમેરીને નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો.
જમીન સુધારણા અને જમીન કરને લગતા કાયદાઓને ન્યાયિક સમીક્ષાથી બચાવવા માટે બંધારણમાં 'નવમી અનુસૂચિ' કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કાર્યકાળ દરમિયાન પ્રથમ બંધારણીય સુધારા, 1951 દ્વારા નવમી અનુસૂચિ ઉમેરીને તેમાં જમીન સુધારણાના કાયદા મૂકવામાં આવ્યા હતા.
'પક્ષપલટા વિરોધી કાયદો' (Anti-Defection Law) બંધારણની કઈ અનુસૂચિમાં સામેલ છે અને તેને કયા સુધારા દ્વારા ઉમેરાયો છે?
lightbulb
સમજૂતી (Explanation)
52મા બંધારણીય સુધારા ધારા, 1985 દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ ઉમેરીને પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે.
કેબિનેટ મિશન ક્યારે દિલ્હી (ભારત) પહોંચ્યું હતું અને તેણે પોતાની યોજના ક્યારે પ્રકાશિત કરી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
કેબિનેટ મિશન 24 માર્ચ 1946 ના રોજ ભારત આવ્યું હતું અને પ્રવાસ તેમજ ચર્ચાઓ પૂર્ણ કર્યા બાદ 16 મે 1946 ના રોજ તેણે પોતાની વિગતવાર યોજના જાહેર કરી હતી.
નીચેના વિધાનો ધ્યાનમાં લો: 1. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા પસાર કરાયેલા વટહુકમની મહત્તમ અવધિ 6 મહિના અને 6 અઠવાડિયા હોય છે. 2. રાષ્ટ્રપતિ સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે જ વટહુકમ બહાર પાડી શકે છે. 3. વટહુકમ બહાર પાડવાની રાષ્ટ્રપતિની સત્તા વિવેકાધીન સત્તા છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા સાચા છે?
lightbulb
સમજૂતી (Explanation)
વટહુકમ બહાર પાડવાની સત્તા (અનુચ્છેદ 123) રાષ્ટ્રપતિની વિવેકાધીન સત્તા નથી, પરંતુ તે મંત્રીમંડળની સલાહ મુજબ જ બહાર પાડી શકે છે, તેથી વિધાન 3 ખોટું છે.
જ્યારે ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે છે, ત્યારે રાજ્યસભાના સભાપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 91 મુજબ, જ્યારે સભાપતિ (ઉપરાષ્ટ્રપતિ) રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય ત્યારે રાજ્યસભાના સભાપતિ પદની ફરજો રાજ્યસભાના ઉપસભાપતિ (Deputy Chairman) દ્વારા નિભાવવામાં આવે છે.
નીચેના વિધાનો ધ્યાને લો: 1. સંસદના ગૃહની કાર્યવાહી ચલાવવા માટે લઘુત્તમ ગણસંખ્યા (Quorum) કુલ સભ્યોના ૧/૧૦ ભાગ જેટલી હોવી જોઈએ. 2. ગણસંખ્યા (કોરમ) ની ગણતરીમાં ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિનો સમાવેશ કરવામાં આવતો નથી. સાચા વિધાનો કયા છે?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 100(3) મુજબ કોરમ એટલે પીઠાસીન અધિકારી (અધ્યક્ષ/સભાપતિ) સહિત ગૃહના કુલ સભ્યોનો ૧/૧૦ મો ભાગ. જો કોરમ ન હોય, તો અધ્યક્ષે ગૃહ સ્થગિત કરવું પડે છે. તેથી વિધાન 2 ખોટું છે.
નીચે આપેલા વિભાગ અ અને વિભાગ બ ને યોગ્ય રીતે જોડો: વિભાગ અ (સિદ્ધાંત/ખ્યાલ) વિભાગ બ (સંબંધિત કેસ/ઉદભવ) 1. જ્યુડિશિયલ રિવ્યુ (ન્યાયિક પુનરાવલોકન) P. રૂપા અશોક હુરા કેસ (2002) 2. કોલેજિયમ સિસ્ટમ Q. બંધારણનું મૂળભૂત માળખું અને યુ.એસ.એ. પ્રેરિત 3. ક્યુરેટિવ પિટિશન (ઉપચારાત્મક અરજી) R. થ્રી જજીસ કેસીસ (Three Judges Cases) 4. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) S. જસ્ટિસ પી. એન. ભગવતી અને એસ. પી. ગુપ્તા કેસ ઓપ્શન:
lightbulb
સમજૂતી (Explanation)
જ્યુડિશિયલ રિવ્યુ એ બંધારણનું મૂળ લક્ષણ છે, કોલેજિયમ પ્રણાલી ન્યાયાધીશોના કેસોમાંથી ઉદભવી છે, ક્યુરેટિવ પિટિશનનો ખ્યાલ રૂપા હુરા કેસમાં અપાયો અને પી.આઈ.એલ. ના પ્રણેતા જસ્ટિસ પી. એન. ભગવતી ગણાય છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદ પરથી હટાવવા અંગેની પ્રક્રિયા સંદર્ભે કયું વિધાન અયોગ્ય છે?
lightbulb
સમજૂતી (Explanation)
ન્યાયાધીશને હટાવવા માટે સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતી (ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહી મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતી) જરૂરી છે, સામાન્ય બહુમતી નહીં.
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?
lightbulb
સમજૂતી (Explanation)
બંધારણના અનુચ્છેદ 157 મુજબ રાજ્યપાલ બનવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ (30 વર્ષ નહીં) પૂર્ણ થયેલી હોવી જોઈએ.
'MUTE' શબ્દના તમામ સ્વરોને તેની પછીના અક્ષર અને તમામ વ્યંજનોને તેની પહેલાના અક્ષર સાથે બદલવામાં આવે, તો નવો બનેલો શબ્દ કયો હશે?
lightbulb
સમજૂતી (Explanation)
M(વ્યંજન)-1 = L, U(સ્વર)+1 = V, T-1 = S, E+1 = F. આમ નવો શબ્દ LVSF બનશે.
24 : 126 :: 48 : ?
lightbulb
સમજૂતી (Explanation)
અહીં સંખ્યાઓ કોઈ ચોક્કસ અંકના વર્ગ અને ઘનની નજીક છે. 5 નો વર્ગ - 1 = 25 - 1 = 24. અને 5 નો ઘન + 1 = 125 + 1 = 126. તેવી જ રીતે, 7 નો વર્ગ - 1 = 49 - 1 = 48. અને 7 નો ઘન + 1 = 343 + 1 = 344.
3 : 30 :: 7 : ?
lightbulb
સમજૂતી (Explanation)
અહીં સંખ્યાનો ઘન કરી તેમાં તે જ સંખ્યા ઉમેરવામાં આવી છે. 3 નો ઘન 27 થાય. 27 + 3 = 30. 7 નો ઘન 343 થાય. 343 + 7 = 350.
બિંદુ A એ બિંદુ B ની પશ્ચિમે 6 મીટર દૂર છે. બિંદુ C એ બિંદુ B ની ઉત્તરે 5 મીટર છે. બિંદુ D એ બિંદુ C ની પૂર્વે 4 મીટર છે. બિંદુ E એ બિંદુ D ની દક્ષિણે 10 મીટર છે. બિંદુ F એ બિંદુ E ની પશ્ચિમે 8 મીટર છે. તો બિંદુ A અને F વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થશે?
lightbulb
સમજૂતી (Explanation)
કોઓર્ડિનેટ મુજબ: B(0,0), A(-6,0), C(0,5), D(4,5), E(4,-5), F(-4,-5). બિંદુ A અને F વચ્ચેનું સીધું અંતર = √(2 નો વર્ગ + 5 નો વર્ગ) = √(4 + 25) = √29 મીટર.
એક સાંજે સૂર્યાસ્ત પહેલા બે મિત્રો સંજય અને દીપક એકબીજાની સામે મોં રાખીને વાત કરી રહ્યા હતા. જો સંજયનો પડછાયો દીપકની બરાબર જમણી બાજુ પડતો હોય, તો દીપકનું મોં કઈ દિશામાં હશે?
lightbulb
સમજૂતી (Explanation)
સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય એટલે પડછાયો પૂર્વમાં પડે. દીપકની જમણી બાજુ પૂર્વ છે, એટલે કે દીપકનું મોં ઉત્તર દિશામાં છે.
A triangle _____ three sides. (have)
lightbulb
સમજૂતી (Explanation)
'A triangle' = It (એકવચન). હકીકત માટે Simple Present. 'has' એ 'have' નું s/es વાળું રૂપ છે.
Had he been waiting since morning before you reached?
lightbulb
સમજૂતી (Explanation)
આ વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સાચું છે. 'since morning' Point of time છે. 'before you reached' Simple Past છે. "Had he been waiting...?" યોગ્ય પ્રશ્નાર્થ રચના છે. કોઈ ભૂલ નથી.
I will have went to the market before you call.
lightbulb
સમજૂતી (Explanation)
'will have' પછી V3 આવશે. 'go' નું V3 'gone' થાય.
task_alt
Test Completed!
Correct
0
Incorrect
0
Unattempted
0
Accuracy
0%
Total Score
0 / 0
Time Taken
0s