arrow_back Back to Quizzes
Explore More Quizzes
Daily MCQ
Daily Test – 07 July 2026
This practice test contains 20 important questions carefully selected for competitive exam preparation. Solve all the questions to assess your knowledge, improve your accuracy, and strengthen your exam readiness.
Question 1 of 20
timer
00:00
Total Marks: 20
કયા બ્રિટિશ અધિકારીએ ઇ.સ. 1615 માં મોકલેલા દૂત તરીકે જહાંગીર પાસેથી સામ્રાજ્યના તમામ ભાગોમાં ફેક્ટરીઓ સ્થાપવાના આદેશ મેળવવામાં સફળતા મેળવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
સર થોમસ રો બ્રિટનના રાજા જેમ્સ પ્રથમના દૂત તરીકે આવ્યા હતા. તેઓ સપ્ટેમ્બર 1615 થી ફેબ્રુઆરી 1619 સુધી ભારતમાં રહ્યા અને જહાંગીર પાસેથી વિવિધ વેપારી સવલતો મેળવી હતી.
નીચેનામાંથી કયું જોડકું ગવર્નર જનરલ અને તેમના સમયમાં શરૂ થયેલા વિદ્રોહ/યુદ્ધ અંગે અયોગ્ય છે?
lightbulb
સમજૂતી (Explanation)
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) લોર્ડ હાર્ડિંગ દ્વિતીય (Lord Hardinge II) ના સમયમાં શરૂ થયું હતું. લોર્ડ માઉન્ટબેટન 1947 માં ભારતના ભાગલા વખતે આવ્યા હતા.
કયા ગવર્નર જનરલે 'અહસ્તક્ષેપની નીતિ' (Policy of Non-Intervention) અપનાવી હતી, જેમના સમયમાં ઇ.સ. 1795 નું પ્રખ્યાત ખર્દાનું યુદ્ધ નિઝામ અને મરાઠાઓ વચ્ચે લડાયું હતું?
lightbulb
સમજૂતી (Explanation)
લોર્ડ કોર્નવાલિસ પછી ગવર્નર જનરલ બનેલા સર જોન શોર (John Shore) એ દેશી રાજ્યો પ્રત્યે તટસ્થતા અને અહસ્તક્ષેપની નીતિ અપનાવી હતી, જેને કારણે મરાઠાઓએ હૈદરાબાદના નિઝામ પર હુમલો કરી તેને હરાવ્યો હતો.
બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય કૃષિના 'વ્યાપારીકરણ' (Commercialization of Agriculture) ના કારણે ગ્રામીણ અર્થતંત્ર પર શું નકારાત્મક અસર પડી?
lightbulb
સમજૂતી (Explanation)
બ્રિટિશ ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા ખેડૂતોને ધિરાણ આપીને પરાણે રોકડીયા પાકો વાવવા મજબૂર કરાતા હતા. પરિણામે ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું અને સામાન્ય વરસાદની ખેંચ વખતે પણ લાખો લોકો ભૂખમરાથી મરી ગયા.
કોંગ્રેસની સ્થાપના વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા અને તે સમયે બ્રિટિશ રાજકીય સ્થિતિ કેવી હતી?
lightbulb
સમજૂતી (Explanation)
ઇ.સ. 1885 માં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે બ્રિટનના વડાપ્રધાન લિબરલ પાર્ટીના વિલિયમ ગ્લેડસ્ટોન હતા, જેઓ ભારતના વહીવટમાં ઉદારવાદી સુધારાના પક્ષધર માનવામાં આવતા હતા.
બ્રિટિશ શાસન દરમિયાન કયા ધારા દ્વારા કેન્દ્રીય બજેટને પ્રાંતીય બજેટથી અલગ કરવામાં આવ્યું અને પ્રાંતીય વિધાનસભ્યોને પોતાનું બજેટ બનાવવાની સત્તા અપાઈ?
lightbulb
સમજૂતી (Explanation)
1919 ના મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ ધારા દ્વારા પ્રથમ વખત કેન્દ્રીય અને પ્રાંતીય બજેટ અલગ કરવામાં આવ્યા હતા.
ભારતીય બંધારણનો ભાગ શાસનના કયા અંગ એટલે કે 'ન્યાયતંત્ર અને કારોબારીના અલગ હોવા' ની જોગવાઈ ધરાવે છે?
lightbulb
સમજૂતી (Explanation)
ભાગ IV માં આપેલા આર્ટિકલ 50 હેઠળ રાજ્યને ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા માટેના પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભાષાવાર પ્રાંત આયોગ (ધર આયોગ) ના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો: 1. આ આયોગની નિમણૂક બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. 2. આયોગે ભાષાના આધારે રાજ્યોની પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. 3. આયોગે વહીવટી અનુકૂળતાને રાજ્યોની રચનાનો મુખ્ય આધાર બનાવવાની સલાહ આપી હતી. ઉપરોક્ત વિધાનોમાંથી કયા સાચા છે?
lightbulb
સમજૂતી (Explanation)
એસ. કે. ધર આયોગે ભાષાના આધારે રાજ્યોની રચનાનો વિરોધ કર્યો હતો અને વહીવટી સુવિધાને પ્રાધાન્ય આપવાની ભલામણ કરી હતી.
નીચેનામાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા પ્રત્યક્ષ રીતે કરવામાં આવતી નથી?
lightbulb
સમજૂતી (Explanation)
રાજ્ય લોક સેવા આયોગ (જેમ કે GPS
લોકસભાના અધ્યક્ષ સામાન્ય સંજોગોમાં પ્રથમવાર મતદાન કરતા નથી, પરંતુ મતો સરખા પડે ત્યારે નિર્ણાયક મત (Casting Vote) આપે છે. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?
lightbulb
સમજૂતી (Explanation)
અનુચ્છેદ 100(1) મુજબ ગૃહના અધ્યક્ષ કે સભાપતિ પ્રથમ તબક્કે મત આપશે નહીં, પરંતુ મતો સમાન (Tie) થાય ત્યારે જ પોતાનો કાસ્ટિંગ વોટ વાપરીને નિર્ણય કરશે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી હટાવવા માટેની પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
lightbulb
સમજૂતી (Explanation)
ન્યાયાધીશને હટાવવા માટે સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતી (કુલ સભ્યોની બહુમતી + હાજર અને મતદાન કરનારના 2/3) જરૂરી છે. બંધારણમાં આ પ્રક્રિયા માટે 'Removal' શબ્દ છે, 'Impeachment' માત્ર રાષ્ટ્રપતિ માટે વપરાયો છે. પ્રસ્તાવ કોઈપણ ગૃહમાં લાવી શકાય છે.
રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમ (Ordinance) ની મહત્તમ સમય મર્યાદા કેટલી હોઈ શકે છે?
lightbulb
સમજૂતી (Explanation)
વટહુકમની મહત્તમ મુદત 6 મહિના (બે સત્રો વચ્ચેનો મહત્તમ ગાળો) અને વિધાનમંડળનું સત્ર શરૂ થયા પછીના 6 અઠવાડિયા છે. જો આ સમયમાં તે પસાર ન થાય તો તે આપોઆપ રદ થાય છે. આમ મહત્તમ મુદત 6 મહિના અને 6 અઠવાડિયા બને છે.
MAN : PDQ :: WAN : ?
lightbulb
સમજૂતી (Explanation)
દરેક અક્ષરમાં +3 નો વધારો કરવામાં આવ્યો છે. M માં 3 ઉમેરતા P, A માં 3 ઉમેરતા D બને. તે મુજબ W માં 3 ઉમેરતા Z, A માં 3 ઉમેરતા D, N માં 3 ઉમેરતા Q બને.
પાંચ મિત્રો A, B, C, D અને E એક હરોળમાં ઉત્તર તરફ મોં રાખીને બેઠા છે. A એ C ની તરત જ ડાબી બાજુએ છે અને D ની જમણી બાજુએ છે. B એ E ની તરત જ જમણી બાજુએ છે પરંતુ D ની ડાબી બાજુએ છે. તો બરાબર મધ્યમાં કોણ બેઠું છે?
lightbulb
સમજૂતી (Explanation)
ગોઠવણી ડાબેથી જમણે આ મુજબ બનશે: E, B, D, A, C. આમાં બરાબર વચ્ચે (ત્રીજા સ્થાને) D બેઠો છે.
ચાર મિત્રો A, B, C અને D કેરમ રમી રહ્યા છે અને ચોરસ બોર્ડની ચારેય બાજુએ બેઠા છે. A નું મોં ઉત્તર દિશા તરફ છે અને B નું મોં પશ્ચિમ દિશા તરફ છે. કાયદા મુજબ પાર્ટનર્સ સામસામે બેસે છે. તો C નું મોં કઈ દિશામાં હશે?
lightbulb
સમજૂતી (Explanation)
A અને C પાર્ટનર છે. જો A ઉત્તર તરફ જોઈ રહ્યો હોય, તો તેની સામે બેઠેલો C દક્ષિણ તરફ જોઈ રહ્યો હોય.
He do not goes to market.
lightbulb
સમજૂતી (Explanation)
'He' સાથે 'does' લાગે. 'Does' પછી 'go' (V1) આવે. સાચું: "He does not go to market."
Rearrange: (P) his teeth (Q) He (R) every night (S) brushes
lightbulb
સમજૂતી (Explanation)
સાચો ક્રમ: "He brushes his teeth every night." Q (He) + S (brushes) + P (his teeth) + R (every night). Subject (એકવચન) + V1(s/es) + Object + Time.
He _____ his car and drove away. (start)
lightbulb
સમજૂતી (Explanation)
'drove' (V2) ભૂતકાળ દર્શાવે છે. સમાંતર ક્રિયા માટે 'started' (V2) આવશે.
She _____ at that company since 2010 before she resigned. (work)
lightbulb
સમજૂતી (Explanation)
'since 2010' (Point of time) અને 'resigned' (V2) પહેલાંની ચાલુ ક્રિયા માટે Past Perfect Continuous.
The train _____ before we reached the station.
lightbulb
સમજૂતી (Explanation)
Past perfect tense: had + past participle. Train ગઈ (had left) — આ ક્રિયા reaching station પહેલાં પૂર્ણ થઈ.
task_alt
Test Completed!
Correct
0
Incorrect
0
Unattempted
0
Accuracy
0%
Total Score
0 / 0
Time Taken
0s